Tuesday 22 July 2014

બાલ ગંગાધર તિલકનો આજે જન્મ દિવસ

બાલ ગંગાધર તિલક (જુલાઇ ૨૩ , ૧૮૫૬ - ઓગસ્ટ ૧, ૧૯૨૦) ભારતના એક મુખ્ય નેતા, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા એઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના પહેલા લોકપ્રિય નેતા હતા. એમણે સૌથી પહેલાં ભારતમાં પૂર્ણ સ્વરાજ ની માંગ ઉઠાવી હતી. એમનું કથન "સ્વરાજ મેરા જન્મસિદ્ધ અધિકાર હૈ ઔર મૈં ઇસે લેકર રહૂઁગા" ખુબ જ પ્રસિદ્ધ થયું. એમને માનથી "લોકમાન્ય" (બધા જ લોકોને માન્ય હોય એવું સન્માન) કહેવામાં આવે છે. એમને હિંદુ રાષ્ટ્રવાદના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રારંભિક જીવન
લોકમાન્ય તિલકનો જન્મ જુલાઇ ૨૩, ૧૮૫૬ના દિવસે મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના એક ગામમાં થયો હતો. તેઓ આધુનિક કોલેજ શિક્ષણ મેળવનારી પહેલી ભારતીય પેઢીમાંના એક હતા. એમણે કેટલાક સમય સુધી શાળા અને કોલેજોમાં ગણિત ભણાવ્યું. અંગ્રેજી શિક્ષણના તેઓ ઘોર આલોચક હતા અને એવું માનતા હતા કે આ શિક્ષણમાં ભારતીય સભ્યતા પ્રતિ અનાદર શિખવાડવામાં આવે છે. એમણે દક્ષિણ શિક્ષણ સોસાયટીની સ્થાપના કરી, જેનું મુખ્ય ધ્યેય ભારતમાં શિક્ષણનું સ્તર સુધારવાનું હતું.

સ્વતંત્રતા સંગ્રામ

બાલ ગંગાધર તિલક
તિલકે મરાઠી ભાષામાં કેસરી નામક દૈનિક સમાચાર પત્ર શુરુ કર્યું જે ખૂબ જ ટૂંકા ગાળામાં માં અત્યંત લોકપ્રિય થઇ ગયું. તિલકે અંગ્રેજી સરકારની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિ પ્રતિ હીન-ભાવ રાખવા બદલ ઉગ્ર ટીકા કરી. એમણે નીડરતાથી બુલંદ માંગણી કરી કે બ્રિટિશ સરકાર તરત જ ભારતીયોને પૂર્ણ સ્વરાજ આપી દે. કેસરી સામાયિકમાં છપાયેલા એમના લેખોને કારણે એમને કેટલીય વાર જેલમાં મોકલવામાં આવ્યા.

તિલક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થયા, પરંતુ જલ્દીથી તેઓ કોંગ્રેસના નરમપંથી રવૈયાની વિરુદ્ધ બોલવા લાગ્યા હતા. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં કોંગ્રેસનું ગરમ દળ અને નરમ દળમાં વિભાજન થઇ ગયું. ગરમ દળમાં તિલકની સાથે લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ પણ સામેલ હતા. એમને ત્રણેય આગેવાનો લાલ-બાલ-પાલના નામથી ઓળખાવા લાગ્યા. ૧૯૦૮માં તિલકે ક્રાંતિકારીઓ પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોસ દ્વારા કરાયેલા બોમ્બ હુમલાનું સમર્થન કર્યું. જેના કારણે એમને બર્મા (હાલનું મ્યાનમાર)માં જેલમાં મોકલવામાં આવ્યા. જેલમાંથી છૂટીને તેઓ ફરી કોંગ્રેસમાં સામેલ થઇ ગયા અને ૧૯૧૬-૧૮ના વર્ષમાં ઐની બેસંટ અને મહમ્મદ અલી જિણા સાથે અખિલ ભારતીય હોમ રુલ લીગની સ્થાપના કરી હતી.

No comments:

Post a Comment