Wednesday 5 March 2014

લોકસભાની ચૂંટણી તારીખો થઈ ગઈ જાહેર, જાણો તમારા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી





        ઈલેકશન કમિશન દ્વારા 16મી લોકસભાની ચૂંટણી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ માટે દિલ્હીમાં ઈલેક્શન કમિશન માટે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય ઈલેક્શન કમિશનર વી. એસ. સંપથે જણાવ્યુ છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, , ઓરિસ્સા અને સિક્કિમમાં પણ વિધાનસભાની ચૂંટણી થશે. બધી જ ચૂંટણી 31 મે સુધીમાં કરી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ દેશમાં દરેક પક્ષ માટે આચાર સહિતા લાગુ થઈ જશે.આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 81 કરોડ અને 40 લાખ મતદાતાઓ વોટ આપસે. પાછલી ચૂંટણીથી અત્યાર સુધીમાં 10 કરોડ નવા મતદારો વધ્યા છે.

ઈલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલા મહત્વના મુદ્દાઓ
·         કુલ 9 તબક્કામાં ચૂંટણી થશે
·         1 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન
·         9 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન
·         10 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન
·         12 એપ્રિલે ચોથા તબક્કાનું મતદાન
·         17 એપ્રિલે પાંચમા તબક્કાનું મતદાન
·         24 એપ્રિલે છઠ્ઠા તબક્કાનું મતદાન
·         30 એપ્રિલે સાતમાં તબક્કાનું મતદાન
·         7 મેએ આઠમાં તબક્કાનું મતદાન
·         12 મે નવમાં તબક્કાનું મતદાન
·         18મી મેના દિવસે એક જ દિવસે મતગણતરી કરવામાં આવશે.
·         31 મે સુધીમાં બધીજ ચૂંટણીઓ થઈ જશે
·         પહેલા તબક્કામાં બે રાજ્યોની ચૂંટણી થશે


ઈલેકશન કમિશન દ્વારા આજે લોસકભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ઈલેક્શન કમિશન દ્વારા 9 તબક્કામાં 543 લોકસભા સીટ પર અને સિક્કિમ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. છેલ્લા તબક્કાનું મતદાન 12મી મેના રોજ ત્રણ રાજ્યમાં 41 સંસદીય ક્ષેત્ર, 2 બોર્ડ ઈલેક્શન, બે સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી કરવામાં આવશે.

જાણો કયા રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજાશે

1 અરુણાચલ પ્રદેશ- 9 એપ્રિલ
2 આસામ- 7, 12 અને 24 એપ્રિલ
3 બિહાર - 10,17,24,30 એપ્રિલ, 7 અને 12 મે
4 છત્તીસગઢ - 10,17,24 એપ્રિલ
5 ગોવા - 17 એપ્રિલ
6 ગુજરાત - 30 એપ્રિલ
7 હરિયાણા - 10 એપ્રિલ
8 હિમાચલ પ્રદેશ - 7 મે
9 જમ્મૂ કાશ્મીર - 10,17,24,30 એપ્રિલ, 7 મે
10 ઝારખંડ - 10,17,24 એપ્રિલ
11 કર્ણાટક - 17 એપ્રિલ
12 કેરળ - 10 એપ્રિલ
13 મધ્ય પ્રદેશ - 10,17,24 એપ્રિલ
14 મહારાષ્ટ્ર - 10,17,24 એપ્રિલ
15 મણિપુર - 9,17 એપ્રિલ
16 મેઘાલય - 9 એપ્રિલ
17 મિઝોરમ - 9 એપ્રિલ
18 નાગાલેન્ડ - 9 એપ્રિલ
19 ઓરિસ્સા - 10,17 એપ્રિલ
20 પંજાબ - 30 એપ્રિલ
21 રાજસ્થાન - 17,24 એપ્રિલ
22 સિક્કિમ - 12 એપ્રિલ
23 તમિલનાડુ - 24 એપ્રિલ
24 ત્રિપુરા - 7,12, એપ્રિલ
25 ઉત્તર પ્રદેશ - 10,17,24,30 એપ્રિલ, 7,12 મે
26 ઉત્તરાખંડ - 7 મે
27 વેસ્ટ બંગાળ - 17,24,30 એપ્રિલ, 7,12 મે
28 અંદમાન નિકોબાર - 10 એપ્રિલ
29 ચંદીગઢ - 10 એપ્રિલ
30 દાદરા નગર હવેલી - 30 એપ્રિલ
31 દમણ દીવ - 30 એપ્રિલ
32 લક્ષદ્વીપ - 10 એપ્રિલ
33 દિલ્હી - 10 એપ્રિલ
34 પુદ્દુચ્ચેરી - 24 એપ્રિલ

મત ગણતરી - 16 મે

No comments:

Post a Comment