Monday, 21 April 2014

ભ્રષ્ટ્રાચાર, ભ્રષ્ટ્રાચાર, ભ્રષ્ટ્રાચારઃ દુનિયાના 10 સૌથી ભ્રષ્ટ રાષ્ટો


દુનિયાના કોઈ પણ રાષ્ટ્રના લોકોને જ્યારે એમની સરકાર, તંત્ર, વ્યવસ્થા અને આર્થિક વહિવટ અંગે પૂછવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે દેશમાં કેટલો ભ્રષ્ટ્રાચાર વ્યાપેલો છે. અલબત્ત માણસ માત્ર ભૂલને પાત્ર માનવામાં આવે છે ને કોઈ કોઈ માનવ પૂર્ણ હોતો નથી. પણ પૂર્ણ અપૂર્ણની આ દાસ્તાનમાં સ્વાર્થનું તત્વ ઉમેરાય એટલે સર્જાય અણહકનું આવકાવાની આદત. જેને આપણે ભ્રષ્ટ્રાચાર તરીકે ઓળખીયે છીએ. અલભત્ત ભારત ને ભ્રષ્ટ્રાચારનો બહુ જ જૂનો સંબંધ છે. જોકે, દુનિયાના દસ ભ્રષ્ટ્રાચારી રાષ્ટ્રોની વાત કરવામાં આવે તો હાશકારો એટલો અનુભવી શકાય કે આ દસ રાષ્ટ્રોની યાદીમાં ભારતનો ક્યાંય સમાવેશ થતો નથી.

આ લેટિન અમેરિકન રાષ્ટ્રનું નામ આવે એટલે સૌ પ્રથમ ખ્યાલ હ્યુગો ચાવેઝનો આવે. હ્યુગો ચાવેઝ અને એના સમાજવાદે અહીં બહુ ઉમદા કામ કર્યું હોવાનું પણ કહેવાય છે. જોકે, એ છતા પણ તેઓ આ રાષ્ટ્રને ભ્રષ્ટ્રાચાર મુકત બનાવી શક્યા નથી. વેનેઝૂએલાની ઓઈલ બૂમ અહીં પૈસા છૂટા વેરી દીધા છે. જેની સીધી અસર ભ્રષ્ટ્રાચાના ઉદય તરીકે જોવાઈ રહી છે.

કમ્બોડિયા એ કુદરતી ખુબસુરતીનો ખજાનો છે. જોકે, આ ખુબસુરતીની પાછળ છુપાયો છે ભયાનક ચહેરો. ભ્રષ્ટ્રાચારના ભોરિંગનો ચહેરો.એવું કહેવાય છે કે અહીં કોઈ પણ કામ કઢાવવું હોય, જ્યાં સુધી તમે ખીસ્સા ઢીલા ના કરો ત્યાં સુધી તમારું કામ થઈ શકે નહીં. ખાસ કરીને વાસ્તવિક લોકશાહીનો અભાવ અહીં ભ્રષ્ટ્રાચારાનું ઉદગમ બિંદુ માનવામાં આવે છે.

કમ્બોડિનયાની જેમ નોર્થ કોરિયાનું નામ પડે એટલે અહીંના તંત્રમાં વ્યાપ્ત ભયંકર ભ્રષ્ટ્રાચારની વાત આવી જાય અહીં કોઈ પણ કામ કરવું હોય જ્યાં સુધી નજીકના કોઈ સરકારી અધિકારીને ખુશ કરવામાં ના આવે ત્યાં સુધી શક્ય બને નહીં. ને જો તમે ભ્રષ્ટ્રાચારથી થાકી હારીને દેશ છોડી દેવા માગતો હો તો પણ તમારે અહીંની દરેક ચેક પોસ્ટે હાજર સુરક્ષા ગાર્ડને લાંચ આપવી પડે.

પોતાના કુદરતી સૌંદર્ય અને અદભૂત દરિયા કિનારા માટે ગીની એ વિશ્વવિખ્યાત છે. જોકે, ગીની પણ એક સમસ્યા છે અને એ છે ભ્રષ્ટાચાર 2008 પહેલા આ દેશ ભારે ગરીહ હતો. પણ જોકે બાદમાં ચિત્ર બદલાયું. ગીનીને પોતાના પગ પર ઉભી કરવા માટે ભૂતપૂર્વ પ્રમુખ અને બે મોટી કંપનીઓ વચ્ચે માઈનિંગ ડિલ થવાની હતી. જોકે, આ ડીલ થઈ શકી નહીં. હાલમાં અમેરિકા અને યુકે દ્વારા આ મુદ્દે ખરેખર શું થયું એ તપાસવામાં આવી રહ્યું છે. પણ, વાસ્તવિક્તા એ છે કે લાંચ-રૂશ્વત આપ્યા વગર અહીં કોઈ પણ કામ કઢાવવું શક્ય જ નથી.

જો ગીની અને ઈક્વાટોરિયલ ગીની એવા બે નામોથી 'કન્ફ્યૂઝ' થઈ ગયા હોય તો આપને જણાવી દઈએ કે બન્ને રાષ્ટ્રમાં નામની સાથોસાથ અન્ય એક બાબતમાં પણ સામ્યતા છે. અને એ છે ભ્રષ્ટ્રાચાર. બન્ને રાષ્ટ્રોમાં વ્યાપક ગરીબી, બેરોજગારી અને અસ્થિતર તંત્ર ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અહીંની 60 કરતા વધારે વસ્તી દરરોજ 1 ડોલર કરતા પણ ઓછી આવકમાં જીવન નિર્વાહ કરે છે. કમ્બોડિયા અને નોર્થ કોરિયાની જેમ અહીં પણ મોટાભાગના પૈસા સ્થાનિક તંત્રને લાંચ ચુકવવામાં જ જતા રહે છે.

આફ્રિકામાં ચાલી રહેલી અરાજક્તામાં ઝિમ્બાબ્વેનો પણ સમાવેશ થાય છે. અહીનું અર્થતંત્ર સાવ ખાડે ગયેલું છે. હાઈપરઈન્ફ્લેશનને કારણે અહીં સરકારને 1,000,000 ઝિમ્બાબ્વીયન ડૉલરની નોટ છાપવી પડી હતી. રાષ્ટ્રીય સંપત્તિની અસમાન વહેચણી ઝિમ્બાબ્વેની લગભગ દરેક સમસ્યા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

દક્ષિણ સુદાન આ દેશમાંથી અલગ થઈ ગયું પણ એની સમસ્યા એની એ જ રહી. સુદાનનું સમગ્ર તંત્ર ભ્રષ્ટ્રાચારમાં ખદબદતુ હોવાનું કહેવાય છે. અહીં કાં તો સરકારમાં કોઈ તમને ઓળખતું હોવું જોઈએ અથવા તો તમારે લાંચ ચુકવવા તૈયાર રહેવું પડે. આ બન્ને બાબતોનો જવાબ જો હકારાત્મક ના હોય તો અહીં તમારું કામ થઈ શકે નહીં.

મ્યાનમારમાં તાજેતરમાં જ લોકશાહી તરફ આગળ વધવામાં આવી રહ્યું છે. જોકે, એમ છતાં પણ વર્ષોથી ચાલી આવતી સમસ્યાના મૂળ અહીં હજુ પણ એટલા જ ઉંડા છે. આ દેશ કુદરતી સ્ત્રોતોના ખજાના પર બેઠો છે. જોકે, અહીંની નાના પણ સમૃદ્ધ ઉચ્ચ વર્ગનો બધી જ સંપત્તિઓ પર કબ્જો છે. જો કોઈ વિદેશી અહીં વેપાર શરૂ કરવા ઈચ્છતો હોય તો તેણે અહીં તાડીના પત્તામાં લાંચના પૈસા ચુકવવા પડતા હોય છે. જેને અહીં ટી મની કહેવામાં આવે છે.

સોમાલિયાનું નામ પડે એટલે અરાજક્તા સામે આવીને ઉભી રહી જાય. અહીં માનવજીવન કરતા ગોળી વધારે મોંઘી માનવામાં આવે છે. અલ શબાબ આતંકવાદી સંગઠન અને અહીંના દરિયાઈ ચાંચીયાએ આ દેશની પથારી ફેરવી નાખી છે. અહીં સંરક્ષણથી લઈને અપહરણ સુધી દરેક બાબતમાં લાંચ આપવી પડતી હોય છે.

પોતાના નામ સાથે જ ડેમોક્રસી જોડાયેલી હોવા છતા પણ અહીં ડેમોક્રસી નામ માત્રની છે. અહીંનું તંત્ર આખું ભ્રષ્ટાચાર પર ટક્યું છે. અહીંનું જગલ, અહીંનું જંગલ, અહીં ટેક્સ બધુ જ માત્ર ને માત્ર લાંચ રૂશ્વતને કારણે જ ચાલી રહ્યું છે.

Souce: http://www.divyabhaskar.co.in/article/INT-worlds-top-10-corrupted-countries-4588675-PHO.html

No comments:

Post a Comment